Information available in other languages
Information on this page is also available in English, Hindi, Marathi, and Punjabi.
घोषित की जाने वाली चीज़ें (Hindi)
ન્યૂઝીલેન્ડમાં કઇ વસ્તુના પ્રવેશને મંજૂરી છે તે વિશે અમે શા માટે કાયદા ધરાવીએ છીએ
ન્યૂઝીલેન્ડ કુદરતી વાતાવરણ ધરાવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાત છે, અને અમે હોર્ટિકલ્ચર અને એગ્રીકલ્ચર (કૃષિ) ઉદ્યોગનું ગૃહ છીએ જેની સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડના મુલાકાતી તરીકે અમે તમને અમારા દેશને જંતુઓ અને રોગો સામે સંરક્ષણ પ્રદાન કરવામાં તમારી ભૂમિકા ભજવવા માટે કહીએ છીએ. તમારે દેશમાં કઇ વસ્તુની મંજૂરી છે તેને લગતા કાયદાઓનું પાલન કરવાનું જ રહશે. તમારા આગમન સમયે બાયોસિક્યોરિટી સ્ટાફના નિરીક્ષણ માટે તમારા અરાઇવલ કાર્ડમાં તમે જે વસ્તુઓ સાથે લાવ્યા છો તેનો ઉલ્લેખ કરો. કોઇપણ પ્રતિબંધિત વસ્તુને તમારી પાસેથી લઇ લેવામાં આવશે. આમ કરવાથી સુનિશ્ચિત થશે કે તમારે ઓછામાં ઓછો 400 ન્યૂઝીલેન્ડ ડૉલરનો દંડ ભરવો નહીં પડે.
પ્રતિબંધિત વસ્તુઓ
કેટલીક વસ્તુઓ પેકેજિંગ પર અને તે પ્રોસેસ્ડ છે કે નહીં તેની પર આધાર રાખે છે, ત્યારે કેટલીક વસ્તુઓ એવી પણ છે, જેને તમે નિશ્ચિત રીતે જ ન લાવી શકો. તેમાં નીચેની વસ્તુઓ સામેલ છેઃ
- તાજા ફળ અને શાકભાજી
- ફૂલો અને બિયારણ (પ્રસાદ સામગ્રી સહિત)
- તાજુ માંસ અને માછલી
- અનાજ અને દાળો
- મધ અને મધની પ્રોડક્ટ્સ
- ટોનિક્સ (ચ્યવનપ્રાશ સહિત)
જો તમે આ વસ્તુઓને લાવવાની યોજના ઘડી રહ્યા હોવ તો, કૃપા કરીને તેમને લાવવાનું વિચારી રહ્યા હોવ તો ધરે જ રાખી મુકજો. તમે જે કોઇ પણ વસ્તુઓ પોતાની સાથે લાવો તેની તમારે બાયોસિક્યોરિટી સ્ટાફ સમક્ષ જાહેર કરવાની અથવા તો એરપોર્ટ પર તમારા આગમન સમયે ત્યાં તેના માટે ખાસ રીતે રખાયેલી પેટીઓમાં તેમનો નિકાલ કરવો જરૂરી છે. જો તમે તમારી સાથે રહેલી તમામ વસ્તુઓને જાહેર નહીં કરો તો તમને દંડ કરવામાં આવશે અને વસ્તુઓને જપ્ત કરી લેવામાં આવશે.
તમે ભારતીય મીઠાઈઓ અને વેફર્સ પોતાની સાથે લઇ આવી શકો છો – તેમને લાવવાની મંજૂરી છે પણ આ વાત સુનિશ્ચિત કરજો કે તમે આ વસ્તુઓને તમારા આગમન સમયે ક્વોરન્ટીન અધિકારી સમક્ષ જાહેર કરો.
જ્યારે હાઈકિંગ, સ્પોર્ટિંગ અને કેમ્પિંગના સાધનો પ્રતિબંધિત નથી પણ એમનું નીરિક્ષણ કરવાની જરૂર છે. આ પ્રકારના ઉપકરણો કે સાધનો માટી અને પ્લાન્ટ મટિરિયલ (છોડ સામગ્રી) જે જંતુઓ, રોગો અને બિયારણ ધરાવતા હોય તેને અન્ય દેશમાંથી ન્યૂઝીલેન્ડમાં લાવી શકે છે – આ તમામને કારણે અમારા પર્યાવરણ અને વન્યજીવો સામે ખતરો પેદા થઈ શકે છે.
પેસેન્જર એન્ટ્રી કાર્ડ (મુસાફર પ્રવેશ કાર્ડ) ભરો
ન્યૂઝીલેન્ડમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોએ પેસેન્જર એન્ટ્રી કાર્ડ ભરવું જ જોઇએ.
પેસેન્જર અરાઇવલ કાર્ડમાં બાયોસિક્યોરિટી આઇટમ્સ (વસ્તુઓ) વિશે પ્રશ્નો રહેલા છે. તમારે સાચી રીતે આ પેસેન્જર અરાઇવલ કાર્ડમાં તમે જે કોઇપણ વસ્તુઓ પોતાની સાથે દેશમાં લાવી રહ્યા છો તેને જાહેર કરવાની રહેશે, જેથી કરીને અમે આ ચકાસી શકીએ કે આ વસ્તુઓથી ન્યૂઝીલેન્ડને ખતરો છે કે નહીં. જો તમે બાયોસિક્યોરિટી વસ્તુઓને જાહેર નહીં કરી હોવાનું સાબિત થશે તો, તમને ઓછામાં ઓછો 400 ન્યૂઝીલેન્ડ ડૉલરનો દંડ કરવામાં આવશે.
તમે જ્યારે જોખમી વસ્તઓને જાહેર કરો છો ત્યારે શું થાય છે?
ક્વોરન્ટીન અધિકારી તમે જાહેર કરેલી વસ્તુઓનું તમને કેટલાક વધારે પ્રશ્નો પુછીને, તેમનું નીરિક્ષણ કરીને તે નક્કી કરશે. તમે જાહેર કરેલી કેટલીક જોખમી વસ્તુઓને કદાચ દેશમાં લઇ જવા દેવામાં આવી શકે છેઃ
- જો બાયોસિક્યોરિટી અધિકારીને આ વાતે સંતોષ થાય કે તમે લાવેલી વસ્તુથી કોઇ ખતરો પેદા થતો નથી.
- જો તે યોગ્ય રીતે અમારા દ્વારા સરહદ પર ટ્રીટ કરવામાં આવે.
જોકે, કેટલીક વસ્તુઓને કોઇપણ સંજોગમાં દેશમાં ન પણ લઇ જવા દેવામાં આવે અને તેમને જપ્ત કરી લેવામાં કે તેમનો નાશ પણ કરી દેવામાં આવી શકે છે.
એવી વસ્તુઓ જેમની ટ્રીટમેન્ટની જરૂર છે તેમને ખાનગી સ્વતંત્ર ટ્રીટમેન્ટ કંપનીઓને મોકલી આપવામાં આવે છે. તમે ટ્રીટમેન્ટ માટે મોકલાયેલી વસ્તુઓને પછી પરત મેળવી શકો છો. આ વાતને ધ્યાનમાં રાખજો કે તેની પાછળ થનારો ખર્ચ તમારે ભોગવવો પડશે.
જો તમારી પાસે અઘોષિત બાયોસિક્યોરિટી વસ્તુઓ મળી આવશે, તો તમને તાત્કાલિક ધોરણે 400 ન્યૂઝીલેન્ડ ડૉલરનો દંડ કરવામાં આવશે.
તમે ન્યૂઝીલેન્ડમાં સંખ્યાબંધ ભારતીય વસ્તુઓ (પ્રોડક્ટ) ખરીદી શકો છો
ન્યૂઝીલેન્ડ સ્પેશિયાલિટી સુપરમાર્કેટ્સ અને દુકાનો ધરાવે છે જ્યાં ઘણા પ્રમાણમાં ભારતીય ખાદ્ય વસ્તુઓ ઉપલબ્ધ છે. તમે ભારતીય ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતી ન્યૂઝીલેન્ડની દુકાનોને ઇન્ટરનેટ પર જોઇ શકો છો. તમારી સગવડતા માટે, અમે ન્યૂઝીલેન્ડના મુખ્ય શહેરોમાં આવેલી આવી દુકાનોની યાદી તૈયાર કરીને તેમને ઇન્ટરનેટ પર મુકી છેઃ
ન્યૂઝીલેન્ડમાં ભારતીય સુપરમાર્કેટ્સ [PDF, 502 KB]
વધારે જાણકારી મેળવો
ન્યૂઝીલેન્ડમાં તમે કઇ વસ્તુને પોતાની સાથે લાવી શકો છો તેના વિશે જો તમને કોઇ સવાલો હોય તો તો અમને info@mpi.govt.nz પર ઇમેલ કરો